Pages

મંગળવાર, 1 ફેબ્રુઆરી, 2011

કાળો તલ ગુલાબી ગાલો પર…

કોને કહું શું કહું, આ ઉર મહીં શી આગ છે,
મુજ નજરમાં તો વિરાન આખો બાગ છે,
જોઈ કાળો તલ ગુલાબી ગાલો પર હરખાવના
દિલ બળી તણખો ઉડ્યો, એનો પડેલો દાગ છે.

શ્વાસમાં સમાયેલું એક તારું નામ…

શ્વાસમાં સમાયેલું એક તારું નામ છે,
એ નામને દિલબર હજારો સલામ છે,
આમ જુઓ તો કામ કાંઈ જ નથી,
અને આમ જુઓ તો ક્યાં આરામ છે.

સનમ તારા નામ પર છોડી દીધું બધું…

જિંદગીના રાહ પર ખુશી મળે કે ગમ,
બધું છોડી દીધું છે તારા નામ પર સનમ,
તારા સ્પર્શથી બની જશે હકીકત,
તું દૂર રહીશ તો રહી જશે ભરમ.

નયનની કીકીમાં તમારી તસ્વીર છે…

નયનની કીકીમાં તમારી તસ્વીર છે,
તમારો પ્યાર મળે એજ તકદીર છે,
દિલ તમારું ઝુલ્ફોમાં બાંધી લઈશ,
તમે કહેશો કે સુંવાળી જંજીર છે.

તમારી યાદમાં તડપતા વીતે છે રાત…

તમારી યાદમાં તડપતા વીતે છે રાત,
કઈ કેટલીય તમન્ના પછી થાય મુલાકાત,
હજુ દિલ ભરીને જોઈ પણ શકતો નથી,
કઈ રીતે કરું ત્યાં તમને દિલની વાત.

એક તમારી યાદ…

અંતરમાં બસ એક તમારી યાદ છે,
એ યાદથી જ અંતર આબાદ છે,
બસ તમારી સાથે વાત થતી નથી,
એટલી જ અંતરને ફરિયાદ છે.

પ્રિયા તારી રજા લીધા વગર…

તારી રજા લીધા વગર જ પ્રિયા,
મેં ફૂલો ખીલાવ્યા છે બાગમાં,
હું સાઝ વગાડતો રહીશ સદા,
મળશું ક્યારેક સૂરમાં કે રાગમાં.

ઇન્કાર કેમ આપું ?

શબ્દોને સંબંધોનો આકાર કેમ આપું ?
હું મારી જાતને એવો અધિકાર કેમ આપું ?
તમારી ઝુકેલી પાંપણો મારી જિંદગી છે,
હજુય આશા છે, ઇન્કાર કેમ આપું ?

દિલ એક થઇ જ ગયા…

દિલ એક થઇ જ ગયા છે તો હવે,
ધબકારને પણ એક થવા દે,
નજર સાથે મળી ગઈ છે નજર,
શબ્દોના આકારને વ્યક્ત થવા દે.

તારી પાંપણના પલકારે પ્રલય થાય છે…

તારી પાંપણના પલકારે પ્રલય થાય છે,
તારા સ્મિતથી આવે વસંત બાગમાં,
પશુ-પંખી પણ તારા ગીત ગાય છે,
તારી જ જ્યોતિ ઝળકે પ્રેમચિરાગમાં.

તને ચુમીશ તો…

તને ચુમીશ તો તારી પાંપણો ઝુકી જશે,
દિલ પછી પ્રેમના દરિયામાં ડૂબી જશે,
તારો સ્પર્શ ખુદ એક વસંત છે પ્રિયા,
તારા કદમોથી રણ પણ ખીલી જશે.

દિલ વીંધાયું અને વીંધાઈ ગયું જીગર…

અથડાઈ મારી નજર સાથે તારી નજર,
કે દિલ વીંધાયું અને વીંધાઈ ગયું જીગર,
શ્વાસ શ્વાસમાં સમાઈ ગઈ સુવાસ,
અને શરુ થઇ ગઈ જનમની સફર.

તારી આ સુંવાળી ઝુલ્ફ છે કે જંજીર…

તારી આ સુંવાળી ઝુલ્ફ છે કે જંજીર છે,
તુજ કુદરત છે કે પછી કુદરતની તસ્વીર છે,
કેમ ઝંખે છે મારું હૈયું સતત તને,
તું ખ્વાબ છે કે પછી ખ્વાબની તાબીર છે.

તને શું નામ આપું…

કોઈ કવિની કોમળ કવિતા છે તું,
સ્નેહની તરસી શીતળ સરિતા છે તું,
તને શું નામ આપું એ તું જ કહે,
ક્યારેક ચાંદની, કદી મુદિતા છે તું.

તું અને તારા પ્રતિબિંબો છે કીકીમાં…

હવે તો તું અને તારા પ્રતિબિંબો છે કીકીમાં,
તને જોયા પછી દર્પણ સમાણી થઇ ગઈ આંખો,
ખુદાનો શુક્ર છે આંસુ ખર્ચતા પણ નથી ખૂટતા,
અમારે તો જીવનભરની કમાણી થઇ ગઈ આંખો.

તું…

મારા તમામ સપના સાકાર કરનાર છે તું,
જગતમાં બસ એક પ્યાર કરનાર છે તું,
મારું સર્વસ્વ સોંપી દીધાનું યાદ છે,
મારી પ્રથમ નજરનો સ્વીકાર કરનાર છે તું.

ઈતિહાસ મારા અશ્રુ પાછળનો…

પ્રણયથી સર્વની પહેલી કહાણી થઇ ગઈ આંખો,
કે ભાષા થઇ ગઈ દ્રષ્ટિ ને વાણી થઇ ગઈ આંખો,
બહુ રસપૂર્ણ છે ઈતિહાસ મારા અશ્રુ પાછળનો,
કે જોયા આપને તો પાણી પાણી થઇ ગઈ આંખો.

ક્યાં ધરાય છે આ દિલ…

પીવું છું પણ તોય ક્યાં ધરાય છે આ દિલ,
એકાંતમાં ઘણીવાર મુંઝાય છે આ દિલ,
મીઠા મધુરા મલકાટને ન છુપાવ આ રીતે,
તને જોતાં જ આપમેળે હરખાય છે આ દિલ.

“હેપ્પી ન્યુ યર” એસ.એમ.એસ…

આપ સૌ મારા નજીક નઈ પણ દિલમાં જરૂર રહો છો,
એટલા માટેજ અમે બધા દર્દ સહન કરીએ છીએ,
ક્યાંક તમે મારા પહેલા વિશ ના કરી દો,
માટે તમને સૌના પહેલા “હેપ્પી ન્યુ યર” કહું છું.
==============================
બધાના દિલોમાં હોય બધાના માટે પ્યાર,
આવવા વાળા દિવસો લાવે ખુશીઓના ત્યોહાર,
આ ઉમ્મીદ સાથે આવો ભૂલીએ બધા દુખો,
નવા વર્ષનું કરીએ સૌ સ્વાગત.
==============================
આ સબંધને આમ જ જાળવી રાખજો,
દિલમાં યાદોના દીપક જલાવી રાખજો,
ખુબ જ સુંદર સફર રહ્યું ૨૦૧૦ માં,
તમારો આ સબંધ ૨૦૧૧ માં પણ બનાવી રાખજો.
==============================
ભગવાન કરે આ વર્ષ તમારું સારું જાય,
તમે જેને પ્યાર કરો છો તે તમારી પાસે આવી જાય,
તમે ૨૦૧૧ માં પણ કુંવારા ના રહો,
તમારા માટે સબંધ લઇ તમારી સાસુ આવી જાય.
==============================
દિવસ વીતી ગયો તમારા ઇન્તેજારમાં,-
રાત વીતી ગઈ તમારા ઇન્તેજારમાં,
નવું વર્ષ મુબારક તમને,
૨૦૧૦ વીતી ગયું તમારા SMS ના ઇન્તેજારમાં.

મારા પ્રેમને…

મારા પ્રેમને વિસ્તરણ મળે,
જો મસ્તક નમાવવા મને તારા ચરણ મળે,
તારા વગરના યુગોનું મૂલ્ય શું?
મને તો તારા સાંનિધ્યની ક્ષણ મળે.

તારું રુપ જોયા પછી ન્હોતી રહી આંખો…

પ્રણયને જે કહે છે આંધરો, એ લોકો સાચા છે,
તમારું રુપ જોયું એ પછી ન્હોતી રહી આંખો,
હવે તો જો કે આવું સ્થાન હોવું જોઈએ તારું,
ન એને જોઈ મેં કિન્તુ મને જોતી રહી આંખો.

“પ્રણય” આ શબ્દ છે એવો કે !

“પ્રણય” આ શબ્દ છે એવો કે,
જગતના સર્વે શબ્દો એમાં સમાઈ જાય છે,
પહેલી નજરથી જ રચાય છે ઈમારત,
પ્રેમી તો બસ નજરથી જ પરખાય છે.

આંધી – તૂફાનનો ડર ન હોય પ્રેમને…

પહેલી નજરે જે પ્રેમનો થાય છે જનમ,
એને મીટાવી ના શકે ખુદાની ખુદાઈ,
આંધી – તૂફાનનો ડર ન હોય પ્રેમને,
વિખુટા ન પાડી શકે પ્રેમીને જુદાઈ.

તને જોયા પછી…

થયું પહેલું મિલન ત્યારે પરસ્પર બહુ લડી આંખો,
પછી બીજા મિલન માટે હંમેશાનું રડી આંખો,
વગર ઊંઘે જ સપનાના પ્રદેશે જઈ ચડી આંખો,
તને જોયા પછી તો જોવા જેવી થઇ ગઈ આંખો.

તમારી સાથે…

બાળપણ વિતાવ્યું રમતા-રમતા તમારી સાથે…

દરેક ક્ષણ વિતાવી હસતા-હસતા તમારી સાથે…

દિલની દરેક વાત શેર કરી તમારી સાથે…

આમને આમ સમય વિતતો ગયો તમારી સાથે…

ખબર જ ના પડી અમને થઇ ગયો પ્રેમ તમારી સાથે…

સમજાતું નથી કેવી રીતે કરવી આ વાત તમારી સાથે…

ડરતો હતો ક્યાંક ગુમાવી ના બેસું દોસ્તી તમારી સાથે…

માટેજ દિલની વાત ના કરી શક્યો આજ સુધી તમારી સાથે…

પણ હવે તો ગમેતે રીતે કરવી છે મારા દિલની વાત તમારી સાથે…

પ્રયાસ એ જ રહેશે ‘રવિ’ નો અંતિમ શ્વાસ સુધી,

પ્રેમ કરીશ તો ફક્ત તમારી સાથે….

જિંદગી વિતાવીશ તો ફક્ત તમારી સાથે…

તારે ખાતર તો મોત પણ મીઠું લાગશે…

બે ધડકતા દિલોની અજબ રોશની હશે,
પ્રેમ ખુદા હશે તો ખુદાની બંદગી હશે,
તારે ખાતર તો મોત પણ મીઠું લાગશે,
એ મરવા માંય એક નવી જિંદગી હશે.

પ્રેમ કોરી કલ્પના નથી હકીકત છે…

પ્રેમ કોરી કલ્પના નથી, હકીકત છે,
એ અમૃત છે અને આફત છે,
દિલ તુટે ને મળે જો દર્દ તો,
એ દર્દ પણ દિલ માટે રાહત છે.

તમે આવો ત્યારે….

શ્વાસ માં તમારા સુવાસ ફુલોની આવે છે,
તમે આવો ત્યારે પગલે પગલે બહાર આવે છે,
તમારી કઇ હરકત કઇ શરારત ને વખાણું,
તમારી દરેક અદા પર મને પ્યાર આવે છે,
જીદગી ની સફર માં જોયા છે મે ઘણાં જ ચહેરા,
પણ યાદ માત્ર એક તમારો જ ચહેરો આવે છે,
રહેવા દો વાત મિલન ની, અમને ખબર છે,
નસીબ માં અમારા ફક્ત ઇંન્તજાર આવે છે.

પ્રેમમાં કંઈકતો આગળ મોકલ….

તારા સંદેશામાં કાળું વાદળ મોકલ…
કે હું જાતે ઉકેલીશ કોરો કાગળ મોકલ…
તારી રાહમાં સમંદર ઉલેચી નાખ્યો,
(હવે) તારી આંખમાંથી થોડું કાજળ મોકલ…
તારા સમ હું એને સાચવીશ જીવ જેમ,
તું વહેલી પરોઢનું ઝાકળ મોકલ…
રણમાં ભટકતા આ તરસ્યાની માટે,
તું ખોબો ભરીને મૃગજળ મોકલ….
અમે આંખોમાં ખૂબ-ખૂબ વાંચ્યું પ્રિયે,
હવે પ્રેમમાં કંઈકતો આગળ મોકલ….

મારા શ્વાસ પર ઉપકાર તારા છે…

વાણી તારી છે અને વિચાર પણ તારા છે,
તન-મન પર સર્વે અધિકાર તારા છે,
હું જ હવે મારો નથી રહ્યો સનમ,
મારા શ્વાસ પર, ઉપકાર તારા છે.

સ્પર્શ કરતાંય ડર લાગે છે…

સ્પર્શ કરતાંય હવે તો ડર લાગે છે મને,
ક્યાંક, કશુંક ઓછું ન થઇ જાય સાગરમાં,
સ્નેહનો દરિયો તને ભીંજવે તો શું કરું?
મેં તો સમાવ્યો ‘તો શબ્દોના ગાગરમાં.

પ્રેમ એ કેવી સફર છે…?

પ્રેમ એ ફૂલોનો સુવાસિત રસ્તો નથી,
એ તો કંટકો ભરેલી વસમી ડગર છે,
કદમ કદમ પર આંધી-તુફાન ડરાવે છે,
કોઈ પ્રેમીને જ પૂછજે કેવી વસમી સફર છે.

પોતાનુ

સળગતુ રાખેલ એ દિલને જે છે પોતાનુ,
કોઇ હતુ એ અજાણ્યુ આજ બન્યુ છે પોતાનુ;

ખબર છે સમય નથી ઠહેરતો કોઇના કિધે,
મૄત્યુ તો આવે રાખુ ખુલ્લુ કે બંધ બારણુ પોતાનુ;

સપના સેવુ હુ રાતરાત ભર સુહામણા,
નજરો જુકાવી કરૂ હુ એકરાર,અરે !આ તો છે પોતાનુ;

શરાબને રાખુ છુ હુ જોજન દુર પોતાથી,
નશો ચડે છે પી પી ને નયનોનુ કામણ જે છે પોતાનુ;

જો તુ આવે એકવાર મારા બાહુપાશમા પ્રિયે,
નીછૌવાર કરૂ મારૂ સર્વસ્વ તુજને નહી રહે પોતાનુ ;

બનીને તો જો એકવાર મારો પ્રિયતમ,
ફના થઈ રહી ચરણોમા કાઢીશ જીવન પોતાનુ.
આટલું વિચારજો પ્યારમાં આગળ વધતા પહેલાં,
પ્રિયાના ચરણોમાં પ્રણયપુષ્પ ધરતા પહેલાં,
યાદ બની જાય છે આંખના આંસુ ક્યારેક,
એ પણ યાદ રાખજો કોઈને સ્મરતા પહેલાં.